AI ક્ષમતા વધારવા ગુજરાત સરકારના IBM, માઇક્રોફ્ટ સાથે કરાર

AI ક્ષમતા વધારવા ગુજરાત સરકારના IBM, માઇક્રોફ્ટ સાથે કરાર

AI ક્ષમતા વધારવા ગુજરાત સરકારના IBM, માઇક્રોફ્ટ સાથે કરાર

Blog Article

ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સોફ્ટવેર દિગ્ગજ IBM અને માઇક્રોસોફ્ટ તથા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ (NASSCOM) સાથે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતાં.


સરકારી યાદીમાં જણાવ્યા મુજબ આ એમઓયુ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હસ્તાક્ષર કરાયા હતા. IBM અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટી ખાતે નાણાકીય સંસ્થાઓ વચ્ચે નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે “AI ક્લસ્ટર”ની સ્થાપના અને પ્રોત્સાહન આપવા માટે એક એમઓયુ કર્યાં હતા.


માઈક્રોસોફ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં. AI સેન્ટર મશીન લર્નિંગ, જ્ઞાનાત્મક સેવાઓ અને બૉટ સર્વિસ જેવી મુખ્ય તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.વિભાગે રાજ્યમાં AI ક્ષમતાઓને વધારવા માટે NASSCOM સાથે અન્ય એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

Report this page